Sat,27 July 2024,11:31 am
Print
header

કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, ચાર આરોપીઓની ધરપકડ

ઓટાવાઃ પંજાબના લુધિયાણાથી કેનેડા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે 2019 માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવ્યો હતો, તેણે હાલમાં કેનેડિયન કાયમી નિવાસીનો દરજ્જો મેળવ્યો હતો. 28 વર્ષનો યુવરાજ ગોયલ સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. તેના પિતા રાજેશ ગોયલ લાકડાનો વ્યવસાય કરે છે, જ્યારે તેની માતા શકુન ગૃહિણી છે. યુવરાજનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી કે તેની કોઈ સાથે દુશ્મની પણ નથી. કેનેડિયન પોલીસ હત્યાની તપાસ કરી રહી છે. પરિવારના સભ્યો પુત્રના મોતથી આક્રંદ કરી રહ્યાં છે.

7 જૂનના રોજ સવારે 8:46 વાગ્યે સરે પોલીસને 164મી સ્ટ્રીટના 900મા બ્લોકમાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો કોલ મળ્યો હતો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવરાજનું મોત થઇ ચૂક્યું હતું. જોકે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

જેમાં 23 વર્ષીય મનવીર બસરામ, 20 વર્ષીય સાહિબ બસરા, 23 વર્ષીય હરકીરત અને ઓન્ટારિયોના કાયલોન ફ્રાન્કોઈસની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આ હત્યાનો આરોપ છે. પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમે વધુ તપાસ હાથ ધરી છે. યુવરાજની હત્યા પાછળ શું કારણ હતું તેની તપાસ કરાઇ રહી છે. નોંધનિય છે કે કેનેડામાં છેલ્લા થોડા સમયથી ભારતીયોની હત્યાઓ થઇ રહી છે, જે મામલે ભારત સરકાર પણ ચિંતિત છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch