Sat,27 April 2024,3:18 am
Print
header

ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન જશે બાઈડેન, મોદી સાથે કરશે દ્વીપક્ષીય બેઠક- Gujarat Post

(ફાઇલ તસવીર)

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આપી માહિતી

બાઇડેન ટોકયોમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવી અને મહત્વાકાંક્ષી આર્થિક પહેલ ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક પણ શરૂ કરશે

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ક્વાડ સમિટમાં ભાગ લેવા જાપાન જશે. આ સંગઠનનું બીજું સંમેલન હશે, જેમાં ચાર સભ્ય દેશોના નેતાઓની સીધી મુલાકાત થશે. પીએમ નરેન્દ્ર મોદી અને બાઈડેનની દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જેક સુલિવાને આ માહિતી આપી છે.

ક્વાડ સમિટ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં યોજાવાની છે. ક્વાડ અત્યાર સુધીમાં ત્રણ સમિટ બેઠકો યોજી ચૂક્યાં છે, જેમાંથી બે કોરોના મહામારીને કારણે વર્યૂઅલ થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં સુલિવાને કહ્યું, "અમારું માનવું છે કે સંગઠનના ચાર સભ્ય દેશો મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના સિદ્ધાંતોનું રક્ષણ કરશે અને તેનું પાલન કરશે."

બાઇડેન ટોકયોમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવી અને મહત્વાકાંક્ષી આર્થિક પહેલ ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક (આઇપીઇએફ) પણ શરૂ કરશે. આ 21મી સદીની આર્થિક વ્યવસ્થા હશે.તે નવા આર્થિક પડકારોને પહોંચી વળવા રચાયેલ છે. સુલિવાને કહ્યું કે આ ઇન્ડો-પેસિફિક આર્થિક માળખામાં ડિજિટલ અર્થતંત્રના નિયમોથી માંડીને સુરક્ષિત અને લવચીક સપ્લાય ચેઇન બનાવવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા મેનેજમેન્ટમાં રોકાણ સહિતનું માળખું હશે.

યુએસ એનએસએએ કહ્યું કે આ મુલાકાત ઇન્ડો-પેસિફિક માટે રાષ્ટ્રપતિ બાઇડેનની વ્યૂહરચનાને પ્રદર્શિત કરશે. દુનિયાને કહેવામાં આવશે કે અમેરિકા એક સાથે સ્વતંત્ર રીતે નેતૃત્વ કરી શકે છે. સુલિવાને કહ્યું કે અમેરિકી નેતૃત્વ એક એવું માળખું તૈયાર કરશે જે યુક્રેનમાં રશિયાના યુદ્ધનો જવાબ આપવા સક્ષમ હશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch