Sat,27 April 2024,6:50 am
Print
header

ભારતે કર્યું સ્વદેશી પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરીક્ષણ, અંધારામાં પણ કરશે પ્રહાર

બાલાસોરઃ ભારતે સેનાના અભ્યાસ પરીક્ષણ હેઠળ બુધવારે દેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઇલનું ઓરિસ્સાના એક કેન્દ્રથી સફળ નાઇટ પ્રાયોગિક પરીક્ષણ કર્યું છે. જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતાવાળી આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો લઇ જવામાં સક્ષમ છે. જેની મારક ક્ષમતા 350 કિલોમીટરની છે. 

ઓડિશાના ચાંદિપુરમાં બુધવારે અંતરિમ ટેસ્ટ રેન્જથી આ મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે.આ મિસાઈલે પોતાના મિશનના દરેક ઉદ્દેશ્યોને પુરા કર્યા છે. જેને એસએફસી દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. આ મિસાઈલ પરમાણું હથિયારો લઇ જવા માટે સક્ષમ છે. પૃથ્વી મિસાઇલનું સફળ પરીક્ષણ કરી ભારતે પોતાની તાકાતને વધુ મજબૂત કરી દીધી છે. પૃથ્વી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે.   SFC અને DRDO દ્વારા મિસાઈલ તૈયાર કરાઇ છે. 

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એક અધિકારીએ જણાવ્યું કે 350 કિલોમીટરની મારક ક્ષમતાવાળી આ મિસાઇલને આઇટીઆરના પ્રક્ષેપણ પરિસર-3ના એક મોબાઇલ લોન્ચરથી છોડવામાં આવી હતી. પરિક્ષણને એક નિયમિત અભ્યાસ કરાર ગણાવતા તેમણે કહ્યું કે મિસાઇલના પ્રક્ષેપણ દરમિયાન રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ પ્રણાલી અને ટેલીમેટ્રી કેન્દ્રોથી નજર રાખવામાં આવી જેણે બધા માપદંડોને પ્રાપ્ત કરી લીધા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch