Sat,27 April 2024,2:09 am
Print
header

પાક-ચીનની મેલી મુરાદ, ભારત વિરુદ્ધ 2 ફ્રન્ટ વૉરની તૈયારીમાં, PoKમાં 20 હજાર પાકિસ્તાની સૈનિકો તૈનાત

નવી દિલ્હીઃ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટેન્શનનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાએ નૉર્થ-લદ્દાખ પાસે પોતાની તૈનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની આર્મી આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી રહી છે. ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પોતાના સૈનિકોનાં 2 ડિવિઝનને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં તૈનાત કર્યા છે.

પાકિસ્તાને તેના 20 હજારથી વધુ જવાનોને પીઓકેમાં ગોઠવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન બે મોરચે લડાઇની તક જોઇ રહ્યું છે. બીજી તરફ ચીની આર્મીએ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી છે. પાકની ખુફિયા એજન્સી આઈએસઆઈ ચીન સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા અને બેટ ઑપરેશનને અંજામ આપવાનો પ્લાન બનાવી રહી છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

બે મોરચે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાને કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓ સાથે સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. આ ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને જરૂરી પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. એક રીતે ચીન અને પાકિસ્તાન સાથે મળીને હવે ભારતને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યાં છે, જેની સામે ભારતીય સેના એલર્ટ પર છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch