Fri,26 April 2024,10:23 pm
Print
header

ખેડૂતો માટે ખુશખબર, સૌરાષ્ટ્રમાં આ વર્ષે 36 ઈંચ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજકોટ: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આજથી ચોમાસાની શરૂઆત થશે અને જૂન માસના (June) અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે, ઉપરાંત આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સામાન્ય રીતે કેરળમાં નૈઋત્વનાં પવનો (Southwest Winds) વરસાદ લાવે છે અને દેશમાં સૌથી પહેલા ચોમાસાનો પ્રારંભ કેરળથી (Kerala) જ થાય છે. મુંબઈમાં (Mumbai) વરસાદ થયા બાદ હવામાન વિભાગે ગુજરાતનાં ચોમાસા વિશે આગાહી કરી છે.

ચોમાસુ 15 જુનથી શરૂ થાય છે, પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આજથી જ ચોમાસાની (Monsoon) શરૂઆત થશે જૂન મહિનાનાં અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે. હિન્દ મહાસાગર પરથી જે પવન આવે છે તે ભેજ સાથે હોવાથી તીવ્ર ગતિએ ચોમાસું આગળ વધે છે. ઉપરાંત સામાન્ય રીતે ચોમાસાને લા-નોની અને અલ-નોની પણ અસર કરે છે. જેને કારણે દર વર્ષ ચોમાસું અલગ અલગ જોવા મળે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષ સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઈંચ જેટલો વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે જેને કારણે સારો વરસાદ થશે. ઉપરાંત ચોમાસામાં બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્રમાં ખરીફ સિઝનમાં કપાસ અને મગફળીનું મહતમ ઉત્પાદન થાય છે.મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. હાલ, હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, તો ધરતીપૂત્રોને  જરુરથી ફાયદો થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar