Sat,27 April 2024,1:41 am
Print
header

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કરી આગાહી

ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થશે. ખાસ કરીને 25 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

24 જુલાઈ: સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

25 જુલાઈ: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

26 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar