Fri,03 May 2024,3:04 pm
Print
header

પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોનાં મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે વરસાદને કારણે અલગ-અલગ ઘટનાઓમાં લગભગ 87 લોકોનાં મોત થયા હતા અને 82 લોકો ઘાયલ થયા હતા. આ માહિતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાનના ઘણા ભાગોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. NDMAએ શુક્રવારે જણાવ્યું કે વરસાદને કારણે દેશભરમાં 2,715 મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે, મોટાભાગના લોકો મકાન તૂટી પડવાથી, વીજળી પડવાથી અને પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યું પામ્યાં છે.

ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં સૌથી વધુ નુકસાન

NDMAએ કહ્યું કે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સૌથી વધુ નુકસાન અને જાનહાનિ થઇ છે. અહીં મુશળધાર વરસાદને કારણે 36 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 53 લોકો ઘાયલ થયા છે. પૂર્વ પંજાબ પ્રાંતમાં 25 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

PoKમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત

દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં કુલ 15 લોકોનાં મોત થયા છે અને 10 અન્ય ઘાયલ થયા છે, પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારે વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે, NDMAએ જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વરસાદના કારણે જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા અને વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ થયેલા રસ્તાઓ ખોલવા આદેશ આપ્યાં છે.

વરસાદને કારણે પૂરની ચેતવણી

આ પહેલા શુક્રવારે NDMAએ હવામાન આગાહી રિપોર્ટમાં કહ્યું હતું કે 22 એપ્રિલ સુધી વરસાદ ચાલુ રહેશે. વરસાદને કારણે દેશના ઘણા વિસ્તારોમાં અચાનક પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી અને હજુ પણ વરસાદની શક્યતાઓ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch