Sat,27 April 2024,3:39 am
Print
header

પંજાબ કૉંગ્રેસના પ્રભારી તરીકે આ નેતાની કરાઈ નિમણૂંક

ચંદીગઢઃ કૉંગ્રેસે રાજસ્થાનના કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીને નવી જવાબદારી સોંપી છે. હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના નવા પ્રભારી બનાવાયા છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના સ્થાને હરીશ ચૌધરીને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો છે. હરીશ રાવતને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય તરીકે યથાવત રાખવામાં આવ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ હરીશ ચૌધરીને નિયુક્ત કર્યાં છે. કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટી મહામંત્રી તરીકે હરીશ રાવતના યોગદાનની પ્રશંસા કરે છે.

હરીશ રાવતે ઉત્તરાખંડમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈ પંજાબ કૉંગ્રેસ પ્રભારી પદમાંથી મુક્ત કરવા રાહુલ ગાંધીને રજૂઆત કરી હતી. હરીશ રાવતે કહ્યું પંજાબના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી તેઓ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમના ગૃહ રાજ્ય ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.  આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં મતદાન થશે.

હરીશ ચૌધરી રાજસ્થાન સરકારમાં મહેસૂલ મંત્રી છે. તેઓ બાડમેર જિલ્લાના બૈતુ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે.2009 માં હરીશ ચૌધરી બાડમેર-જેસલમેર લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. હરીશ ચૌધરીએ પહેલાથી જ પાર્ટીમાં મોટી જવાબદારી લીધી છે. નોંધનિય છે કે પંજાબમાં સીએમ પદેથી કેપ્ટનને હટાવ્યાં પછી પણ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિદ્ધુ હજુ હાઇકમાન્ડથી નારાજ છે આ બધાની વચ્ચે કોંગ્રેસે પ્રભારીની નિમણૂંક કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch