Sat,27 April 2024,6:26 am
Print
header

જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી, રૂપાણીએ કહ્યું ગુનેગારોએ ગુજરાત છોડવું પડી રહ્યું છે

જૂનાગઢઃ દેશભરમાં 75 મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થઇ રહી છે રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં રાખવામાં આવી હતી, જ્યાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તિરંગાને સલામી આપી હતી, આ પ્રસંગે વિજય રૂપાણીએ તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે તેમને એવા કાયદા બનાવ્યાં છે કે ગુંડાઓએ ગુજરાત છોડવું પડી રહ્યું છે તેમને કહ્યું કે ગુનેગારો સામે તેમની ભાજપ સરકાર કડક રીતે કામ કરી રહી છે.

વિજય રૂપાણીએ કોરોનાના સમયમાં તેમની સરકારે કરેલા કામો ગણાવીને કહ્યું કે હવે ગુજરાતમાં માસ્ક, પીપીઇ કીટ અને દવાઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. તેમને ડોક્ટર સહિતના કોરોના વોરિયર્સનો આભાર માનીને રસીકરણ ઝડપથી થઇ રહ્યું હોવાનું જણાવ્યું, સાથે જ તેમને ભગવાનને પ્રાર્થના કરી કે હવે કોરોનાની ત્રીજી લહેર ન આવવી જોઇએ. 

વિજય રૂપાણીએ વાવાઝોડામાં ખેતીને થયેલા નુકસાન મામલે તેમની સરકારે કરોડો રૂપિયાની સહાય ચૂકવી હોવાનું જણાવ્યું છે. એક રીતે તેમને આજે ભાજપ સરકારની સિદ્ધીઓ જ ગણાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar