Fri,10 May 2024,1:59 pm
Print
header

વિધાનસભામાં કોંગ્રેસે સી.જે.ચાવડાને બનાવ્યા દંડક, ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીને મળી પ્રવક્તાની જવાબદારી

ગાંધીનગરઃ ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલાં કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. ડો. કીરીટ પટેલને ઉપ દંડક, વિમલ ચૂડાસમાને ઉપ દંડક, ઈમરાન ખેડાવાલાને ઉપ દંડક, દિનેશ ઠાકોરને ખજાનચી, કાંતિ ખરાડીને મંત્રી, ડો. તુષાર ચૌધરીને પ્રવકતા, જીગ્નેશ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા અને અનંત પટેલને પ્રવકતા બનાવાયા છે.

આવતીકાલથી શરૂ થનાર વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. ભાજપ સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું છે. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિધાનસભામાં આપને 5 બેઠકો મળી છે.

આજે સાંજે વિધાનસભામાં ભાજપની યોજાયેલી ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેને લઈ તેઓ સત્ર દરમિયાન ભાજપને ટેકો આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch