Sat,04 May 2024,2:14 am
Print
header

રાજ્યસભા માટે ભાજપના આ બે ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી, એક ઉમેદવાર રાજવી પરિવારમાંથી

ગાંધીનગરઃ ભાજપે આજે રાજ્યસભા માટે તેના બે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા, જેમાં બનાસકાંઠાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યાં છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ઉમેદવારી નોંધાવી છે અને આ બંને ઉમેદવારોએ પણ આજે જ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતમાં ભાજપના નેતા છે, જ્યારે કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર રાજવી પરિવારમાંથી આવે છે અને તેઓ પણ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. સાથે જ તેઓ સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી થઇ પસંદગી

ઓબીસી અને ક્ષત્રિય સમાજને મળ્યું પ્રભુત્વ

ભારત સરકારના પહેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી સ્વ.ડો.દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના પુત્ર કેસરીદેવસિંહ ઝાલાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યાં છે, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને સામાજિક કાર્યકર્તા પણ છે. હવે તેઓ રાજ્યસભામાં જશે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 24 જુલાઇએ ચૂંટણી યોજાશે, અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે, આ વખતે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉભા રાખ્યાં નથી, ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 13 જુલાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch