Sat,27 April 2024,5:59 am
Print
header

જાણો, મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયા બાદ ભૂપેન્દ્ર પટેલે શું આપી પ્રથમ પ્રતિક્રિયા

પૂર્વ સીએમ આનંદીબેન પટેલ માટે કરી આ વાત 

ગાંધીનગર: ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળી ચૂક્યા છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતને 2022 વિધાનસભા ચૂંટણી પહેલા નવા મુખ્યપ્રધાન મળી ચૂક્યા છે. ભારે ચર્ચા વિચારણા અને ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામ પર આખરી મ્હોર લાગી છે.

ગાંધીનગર ખાતે પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડીલો અને સી.આર.પાટીલ તથા વિજય રૂપાણીની ટીમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હર હંમેશા મારા પર આનંદીબેનના આશીર્વાદ રહ્યાં છે અને રહેશે. ગુજરાતમાં અત્યાર સુધી જે વિકાસ થયો છે તે સંગઠનની સાથે રહીને આગળ પણ કરીશું. અત્યાર સુધીમાં ખૂબ સારા કાર્યો થયા અને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. વધુમાં પણ જે કઈ કામ બાકી હશે તે અમે નવે સરથી પ્લાન કરીને સંગઠનની સાથે બેસીને ખૂબ સારી રીતે આગળ વધાય તે માટેના પ્રયાસ કરીશું.

તેમણે કહ્યું કે મને કોઈ અણસાર હતો કે નહીં તે તમને બધાને ખબર પડી જ ગઈ હશે. પાર્ટીની પદ્ધતિ જ નથી કે જ્યારે પાર્ટી કહે ત્યારે જ નામની ખબર પડે. ભારતીય જનતા પાર્ટી ફક્ત ચૂંટણીલક્ષી કામ કરવા માટે ટેવાયેલી નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહીને કામ કરતો રહ્યો છે અને કામ કરતો રહેશે. આવતીકાલે અમે શપથ લઈશું. આજે સાંજે 6 વાગ્યે અમે રાજ્યપાલને મળવા જવાના છીએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar