Thu,25 April 2024,12:56 pm
Print
header

નવરાત્રીમાં લાઉડ સ્પીકર વગાડવાના સમયને લઇને આવ્યાં મોટા સમાચાર, જાણો વધુ વિગતો- Gujarat post

ગાંધીનગરઃ કોરોનાકાળ બાદ હવે પહેલી વખતે નવરાત્રીના ભવ્ય આયોજન થઇ રહ્યાં છે. રાજ્યભરમાં ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ કરી લીધી છે, ભાજપ સરકારે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગારવાની છૂટ આપી હોવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

નવ દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું જાહેરનામું 

26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે, જેમાં 9 દિવસ રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે જાહેરનામું બહાર પાડયું છે. સંઘવીએ લખ્યું છે કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની મંજૂરી અપાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch