Sat,27 April 2024,7:52 am
Print
header

Election 2021 Results Updates: પોરબંદરમાં ભાભીએ આપી દિયરને હાર, આમ આદમી પાર્ટીનો શાનદાર દેખાવ

પોરબંદરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં પોરબંદરમાં દિયર વર્સીસ ભાભી વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભાભીએ દિયરને પછડાટ આપી દીધી છે.

આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસે પણ ખાતુ ખોલાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. રાજકોટની આણંદપર તાલુકા બેઠક નંબર 1 માં કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન સોલંકી વિજેતા થયા છે.

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની અમરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. દીવીબેન રાઠવા 151 મતે વિજેતા થયાં છે. જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

મોરબીની હળવદ તાલુકા પંચાયતમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક પર અપક્ષ ઉમેદવાર શાંતાબેન માકાસણા વિજેતા બન્યાં છે. બારડોલી નગરપાલિકા  વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય થયો છે. અમરેલીના ધારીમાં આપે ખાતુ ખોલાવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar