Sat,04 May 2024,12:48 am
Print
header

Big News- પૂર્વ IAS અધિકારી અને ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાની ધરપકડ

મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓ સામે પણ થશે કાર્યવાહી

ગાંધીનગરઃ બેફામ બનેલા IAS અધિકારીઓ સામે સરકાર કાર્યવાહી કરી રહી છે, ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને પૂર્વ આઇએએસ અધિકારી એસ.કે.લાંગા સામે ફરિયાદ દાખલ થયા પછી પોલીસે તેમની ધરપકડ કરી છે. તેમને આબુ પાસેથી ઝડપી પાડવામાં આવ્યાં છે, જમીનોના ખોટી રીતે ઓર્ડર કરીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરાવનારા લાંગાની ધરપકડ કરાઇ છે.

નિવૃતિ પછી તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો, તેમની પાસે અપ્રમાણસર મિલકતોના હોવાના પુરાવા મળ્યાં બાદ તપાસ તેજ બની હતી. તેમની સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ પણ જોડાઇ ગયું હતુ, જો કે કોંગ્રેસના આક્ષેપોને રૂપાણીએ ફગાવી દીધા હતા અને પોતે નિર્દોષ હોવાની વાત કરી હતી.

લાંગા સામે સેક્ટર- 7 ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. ગાંધીનગર આસપાસની કરોડો રૂપિયાની જમીનોના હેતુફેર મામલે તેમની સામે કાર્યવાહી કરાઇ રહી છે.તેમને કેટલાક નજીકના લોકોને ફાયદો કરાવીને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતુ. જેના પુરાવા પણ પોલીસને મળ્યાં છે. સાથે જ તેમને ઉભા કરેલા ખોટા ડોક્યુમેન્ટ પણ હાથ લાગ્યા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch