Sat,27 July 2024,10:21 am
Print
header

વૈશ્વિક નેતાઓએ બાપુને યાદ કર્યા, રાજઘાટ પર બાઈડેન, સુનક સહિતના નેતાઓએ ગાંધીજીને આપી શ્રદ્ધાંજલી- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતમાં G-20 સમિટના બીજા દિવસે તમામ નેતાઓ દિલ્હીમાં રાજઘાટ પર એકઠા થયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી પ્રમુખ જો બાઇડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના વડાપ્રધાન લી કિઆંગ, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને અન્ય દેશોના વડાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ રવિવારે સવારે રાજઘાટ પર જી-20 નેતાઓનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ G-20 નેતાઓનું 'અંગ્રખા'પહેરાવીને સ્વાગત કર્યું. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં 'બાપુ કુટી'ની તસવીર દેખાઈ હતી. મહારાષ્ટ્રમાં વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમમાં સ્થિત 'બાપુ કુટી' 1936 થી 1948 માં તેમના મૃત્યું સુધી મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું.

વડાપ્રધાન G-20 નેતાઓને 'બાપુ કુટી'નું મહત્વ સમજાવતા જોવા મળ્યાં હતા. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યાં પછી, G20 નેતાઓએ 'લીડર્સ લાઉન્જ'માં 'પીસ વોલ' પર હસ્તાક્ષર પણ કર્યાં હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, 'રાજઘાટ પર G20 પરિવારે શાંતિ, સેવા, કરુણા અને અહિંસાના પ્રતિક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.જેમ જેમ વિવિધ રાષ્ટ્રો એક સાથે આવે છે તેમ, ગાંધીજીના આદર્શો સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને માર્ગદર્શન આપે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch