Sat,04 May 2024,1:42 am
Print
header

રૂપિયાની લાલચમાં ગદ્દારી, આર્મી જવાનોના બોગસ દસ્તાવેજોને આધારે ગાંધીનગરથી જમ્મુ-કાશ્મીર ઈસ્યૂં થતા હતા ડ્રાઇવિંગ લાયસન્સ- Gujarat Post

સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવતની ધરપકડ

અમદાવાદઃ ક્રાઈમ બ્રાંચે જમ્મુ-કાશ્મીરમાં ફરજ પરના આર્મી જવાનો સહિત સુરક્ષા દળોની વિવિધ બટાલીયનના જવાનોના નકલી દસ્તાવેજોને આધારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યા છે. આ મુદ્દે ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતાં બે શખ્સોને ચાંદખેડાથી ઝડપી લેવામાં આવ્યાં છે.

પકડાયેલા બે આરોપીમાંથી એક ભારતીય નૌકાદળની હોસ્પિટલમાં 22 વર્ષ સુધી કામ કરી ચુક્યો છે. તેણે તેના સાગરિત સાથે મળીને નકલી દસ્તાવેજોને આધારે એક હજારથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ તૈયાર કરીને જમ્મુ-કાશ્મીરના લોકોને પહોંચાડ્યાં હતા. આ ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ સ્થાનિક કર્ફ્યૂં કે તોફાન દરમિયાન બહાર નીકળવા માટે કરાતો હતો. આ લાયસન્સનો ઉપયોગ આતંકી ગતિવિધિમાં થયો હોવાની પણ આશંકા છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાહ અને ઉરીમાં બોગસ દસ્તાવેજોને આધારે તૈયાર થયેલા લાયસન્સ ઈસ્યૂં થયાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.

આતંકી પ્રવૃત્તિમાં આ લાયસન્સનો ઉપયોગ થયાની આશંકા છે. આર્મી કેમ્પ અને સ્થળોની જાસૂસી કરવામાં પણ આ લાયસન્સનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ પાસેથી 284 ડ્રાઇવિંગ લાયસન્સ, આર્મીની 97 બોગસ મોટર ડ્રાઇવિંગ લાયસન્સ બુક, 9 રબર સ્ટેમ્પ, એનઓસી સર્ટી, 5 કન્ફર્મેશન લેટર, ત્રણ લેપટોપ, કલર ઝેરોક્ષ ડોક્યુમેંટ, 4 મોબાઇલ, 27 સ્પીડ પોસ્ટ સ્ટીકર, એક ડિજિટલ સિગ્નેચર પેન સહિનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓએ છેલ્લા 3 વર્ષમાં એક હજારથી વધુ બોગસ લાયસન્સ ઈસ્યૂં કરીને 50 લાખ રૂપિયા જેટલી કમાણી કરી હતી. આ માટે તેઓ વ્યક્તિદીઠ 8 થી 10 હજાર રૂપિયા ચાર્જ કરતા હતા. ત્યારે દેશની સુરક્ષા સાથે જોડાયેલા આ કેસમાં પોલીસ વધુ માહિતી ભેગી કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch