Fri,20 September 2024,11:29 am
Print
header

લાલુની નજીકના સાથી અબુ દોજાનાના ઘરે EDના દરોડા, IRCTC કૌભાંડ સાથે જોડાયેલા છે તાર- Gujarat Post

(ઘરની બાલ્કનીમાં ઉભેલો અબુ દોજાના)

પટનાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) શુક્રવારે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના નજીકના સીતામઢીના સુરસંદના આરજેડી ધારાસભ્ય અબુ દોજાના ફુલવારી શરીફના ઘરે દરોડા પાડ્યાં હતા. આરજેડી પ્રમુખના કથિત મોલના નિર્માણ દરમિયાન પણ અબુ દોજાના ચર્ચામાં રહ્યો હતો અને આઈઆરસીટીસી ગોટાળામાં લાલુ પ્રસાદના આરોપોની કડીમાં તેનું નામ ઘણી રીતે આવતું રહ્યું છે. આ મામલે અબુ દોજાનાએ કહ્યું કે મને સમજાતું નથી કે EDની ટીમ કયા કેસમાં તપાસ કરી રહી છે. રાજકારણનો મામલો હોય તેમ લાગે છે.

આરજેડી સાથે જોડાયેલા લોકો પર તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત ચાલી રહી છે. EDની ટીમ આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને લાલુ પ્રસાદના નજીકના સૈયદ અબુ દોજાનાના ઘરે પહોંચી છે. 12 સભ્યોની ટીમ ઘરની તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે જ્યારે EDની ટીમ ફુલવારીશરીફ વિસ્તારના હારૂન નગર સેક્ટર 2માં પહોંચી ત્યારે ત્યાં હંગામો મચી ગયો હતો. EDની ટીમે અબુ દોજાના ઘરને બહારથી તાળું મારી દીધું હતું. બહારના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

સૂત્રોના કહેવા મુજબ, અબુ દોજાના લાલુ પરિવારની ઘણી ધંધાકીય પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે પટનાના સગુણા મોર ખાતે બની રહેલા મોલનું કામ પણ જોઈ રહ્યો હતો. આ મોલ સાથે લાલુ પરિવારનું નામ પણ જોડાયેલું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch