Sat,27 April 2024,2:25 am
Print
header

ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કોરોના 100 વર્ષનું સૌથી મોટું સંકટ, પરંતુ હવે આર્થિક સુધારાના સંકેત દેખાય છે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાન્ત દાસે શનિવારે કહ્યું હતું કે, કોવિડ-19 પાછલા 100 વર્ષનું સૌથી મોટું સંકટ છે. તેની ઉત્પાદન અને રોજગારી ઉપર નકારાત્મક અસર પડી છે, આનાથી હાલના વૈશ્વિક ઓર્ડર, ગ્લોબલ વેલ્યુ ચેન અને સમગ્ર દુનિયામાં લેબર-કેપિટલ મુવમેન્ટ પ્રભાવિત થશે. તેમણે જણાવ્યું કે, સારી વાત એ છે કે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા આયોજિત વર્ચ્યુઅલ કોન્કલેવ 'કોવિડ -19 ની બિઝનેસ અને અર્થતંત્ર પર અસર' પર બોલતા દાસે કહ્યું કે, કોવિડ-19 દ્વારા સર્જાયેલા વર્તમાન સંકટથી નાંણાંકીય વ્યવસ્થાને બચાવવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યાં છે. દેશમાં આર્થિક લેવડ-દેવડ સામાન્ય સ્થિતિમાં પહોંચી છે. પરંતુ આ સમયે બેંકોએ પોતાના રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. નોંધનિય છે કે ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશ કુમારે શુક્રવારે કહ્યું હતુ કે લોન ચૂકવવા માટે મોરોટોરિયમ અંગે અક્રોસ ધ બોર્ડ વિસ્તારની જરૂર નથી. જો કે, તેમણે એવું પણ કહ્યું કે અમુક ક્ષેત્રમાં હજુ પણ સહાયની જરૂર છે, તેમજ ભારતીય રિઝર્વ બેંક આ દિશામાં યોગ્ય પગલાં ભરશે.

આરબીઆઈનાં ગવર્નરે વધુમાં કહ્યું કે, કોરોના સામે  આર્થિક મોરચે લડવા માટે અનેક મહત્વના પગલાં ભરવામાં આવશે. મુશ્કેલ સમયમાં અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસો સતત ચાલી રહ્યા છે. સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડિટી જાળવી રાખવા માટે ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોના સંકટ સામે લડવા માટે આરબીઆઈ તરફથી પહેલા જ પગલાં ભરવામાં આવ્યા છે. વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આર્થિક વિકાસને વેગ આપવા માટે હજુ વધારે પગલાં લેવાની પણ અમારી તૈયારી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch