Fri,26 April 2024,10:36 pm
Print
header

કચ્છમાં ભૂકંપનો આંચકો, ખાવડાથી 39 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ- Gujarat Post

કચ્છઃ કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઇ હતી. ગઈકાલે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ હતું. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.આ ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો.

કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ભૂકંપનો આચકો આવતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યાં હતા. ગતરાત્રીએ આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.

અગાઉ પણ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા નજીક હતુ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઈ હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch