Sat,27 April 2024,5:04 am
Print
header

લોજિસ્ટીક કંપનીના ડાયરેક્ટરના નામે ખોટો ઇ-મેઇલ કરીને ગઠિયાએ રુ. 4.70 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

નવરંગપુરા પાસપોર્ટ ઓફિસ પાસે આવેલી લોજિસ્ટીક કંપનીના પાર્ટનર સાથે થઇ છેતરપિંડી

અમદાવાદઃ બોપલ ઘુમામાં આવેલી ચેતન સોસાયટીમાં રહેતા 67 વર્ષીય શરદ  જોબનપુત્રા નવરંગગપુરા પાસપોર્ટ ઓફિસ (navarangpura passport office) પાસે સિક્વલ લોજિસ્ટીક નામની કંપની ધરાવે છે. તેમની સાથે પાર્ટનરશીપમાં નીનુ ખન્ના અને એસ રાજકુમાર છે. ગત 17મી ડિસેમ્બરે  શરદભાઇ ઓફિસ પર હાજર હતા ત્યારે તેમને એક ઇ-મેઇલ (email)આવ્યો હતો. તેમના પાર્ટનર(partner) નીનુ ખન્નાના નામનો હતો. જેમાં તેણે જણાવ્યું હતુ કે તે એક મીટીંગમાં જઇ રહ્યાં છે અને ફોન નહીં ઉપાડી શકે માટે ડીસ્ટર્બ ન કરતા પણ તાત્કાલિક આરટીજીએસ (RTGS)થી રુપિયા 4.70 લાખ ટ્રાન્સફર કરી દેજો.

આ માટે ઇ-મેઇલમાં એક બેંક એકાઉન્ટ પણ લખેલુ હતુ. જેથી શરદભાઇએ તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.બે કલાક બાદ તેમના પાર્ટનર નીનુ ખન્ના સાથે ફોન પર વાત કરીને નાણાં ટ્રાન્સફર અંગે જાણ કરી હતી. શરદભાઇ ચોંકી ઉઠ્યા હતા કારણ કે નીનુ ખન્નાએ આ પ્રકારનો કોઇ ઇ-મેઇલ કર્યો જ નહોતો પણ કોઇ ગઠિયાએ પાર્ટનરના નામે ઇમેઇલ કરીને નાણાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.આ અંગે થયેલી અરજીને આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar