Sat,27 April 2024,7:23 am
Print
header

રસીના બે ડોઝ વચ્ચે વધારે અંતરને લઈને અમેરિકાના ડો.ફૌસીએ કહી આ મોટી વાત

વોશિંગ્ટનઃ ભારતમાં કોરોનાની રસીને લઈ બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારીને 12 થી 16 સપ્તાહ કરવાની કમિટીએ કહી દીધુ છે. સમિતિએ કોરોનાની ઝપેટમાં આવેલા લોકોએ સ્વસ્થ થઈ ગયાના છ મહિના પછી રસી લેવી જોઈએ તેમ સૂચન કર્યું હતું. દેશમાં કોરોનાની રસીની અછત વચ્ચે સમિતિએ આ સૂચન કર્યુ છે. જેને લઈ અમેરિકાના જાણીતા ડો. ફૌસીએ મોટું નિવેદન આપ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, ડો. ફૌસીએ કહ્યું જ્યારે તમારી પાસે પૂરતી રસી ન હોય ત્યારે પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના સમયગાળાને વધારીને મહત્તમ લોકોને એક ડોઝ મળે તે સારો અભિગમ છે. બે ડોઝ વચ્ચે લાંબા અંતરથી રસી બેઅસર નથી થતી. મારી પાસે કોવેકિસનને લઈ વધારે માહિતી નથી. પરંતુ હું જાણું છું કે સ્પૂતનિક વધારે પ્રભાવી છે.ધનિક દેશો પાસે રસી બનાવવા, વિતરણ કરવાની નૈતિક જવાબદારી હોય છે. જ્યારે ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં આમ કરવું સરળ હોતું નથી.

ભારતમાં રસીની અછત વચ્ચે આગામી સપ્તાહથી રશિયાની સ્પૂતનીક પણ બજારમાં ઉપલબ્ધ થઈ જશે. જુલાઈ મહિનાથી દેશમાં જ તેનું ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે 18 કરોડ  રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. વિશ્વમાં રસીકરણ બાબતે ભારત ત્રીજા ક્રમે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch