Sat,27 July 2024,2:40 pm
Print
header

પોર્નસ્ટાર કેસમાં યુએસના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જેલની સજા થઈ શકે છે, હશ મની કેસમાં દોષિત જાહેર

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં દોષી સાબિત થયા છે. હશ મની કેસમાં 12 સભ્યોની જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવ્યાં છે. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પૂર્વ રાષ્ટ્રપતિને ગુનાહિત કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સજાની સુનાવણી 11 જુલાઈના રોજ થશે. હશ મની કેસમાં દોષી જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુસીબત વધી ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની પરેશાનીઓનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જો બાઇડેનને શંકા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકી ચૂંટણીમાં ખુલ્લેઆમ પૈસાનો ઉપયોગ કરશે. કોર્ટના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફંડ એકત્ર કરવામાં નવો રેકોર્ડ બનાવશે. બાઇડેનની ટીમે ચૂંટણી પ્રચાર સંદેશમાં તેમના સમર્થકોને આ અંગે ચેતવણી આપી છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે, 'આ તે પૈસા છે જેનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા આવવા માટે, તેમના રાજકીય વિરોધીઓ સામે બદલો લેવા અને ધમકીઓને પૂર્ણ કરવા માટે કરશે.

બાઇડેન શા માટે ચિંતિત છે ?

સીએનએનના અહેવાલ મુજબ બાઇડેન ટીમના ટેક્સ્ટ સંદેશમાં પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાનો એકમાત્ર રસ્તો મતદાન છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુના માટે દોષિત ઠરનાર પ્રથમ વર્તમાન પ્રમુખ જ નથી, પરંતુ તેઓ પ્રમુખપદની ચૂંટણીની ઝુંબેશની મધ્યમાં ગુના માટે દોષિત જાહેર થનારા પ્રથમ પ્રમુખપદના ઉમેદવાર છે. જો તે નવેમ્બરની પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેનને હરાવે છે, તો તે ઇતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેઓ દોષી છે અને તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે સૌથી મજબૂત ઉમેદવાર છે.

11 જુલાઈએ સજા પર સુનાવણી

ડોનાલ્ડ ટ્રમ્પને શું સજા આપવામાં આવશે તેની સુનાવણી 11 જુલાઈના રોજ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂકાદો આપતા પહેલા 12 સભ્યોની જ્યુરી પેનલે બે દિવસમાં લગભગ 10 કલાક સુધી ચર્ચા કરી હતી. હવે જજ જુઆન માર્ચેન જ્યુરીના નિર્ણય પર તેમની મંજૂરીની મ્હોર લગાવશે. આ માત્ર એક ઔપચારિકતા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા પોર્ન સ્ટાર સાથેના સંંબંધો પર છે. પરંતુ વાસ્તવિક મામલો બિઝનેસ ડીલ છુપાવવાનો છે, જેણે 2016ની ચૂંટણીને અસર કરી હતી.

હશ મની શું છે ?

હશ મની એ એવી વ્યવસ્થા માટેનો શબ્દ છે જેમાં એક વ્યક્તિ બીજા પક્ષને આકર્ષવા માટે પૈસા અથવા અન્ય પ્રલોભનો આપે છે. જેથી તે વ્યક્તિ ચૂપ રહે. કોઇ વ્યક્તિ કોર્ટમાં કેસની બચવા માટે આ બધું કરે છે.ટ્રમ્પે પણ પોર્ન સ્ટારને લાખો ડોલર ચૂકવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch