Sat,27 April 2024,7:37 am
Print
header

US પ્રેસિડેન્શિયલ ડિબેટઃ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ભારત ગંદુ અને હવા પણ ખૂબ જ ખરાબ

વોશિંગ્ટનઃ કોરોના મહામારીની વચ્ચે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડને  મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેક્સીન આવવાની છે. પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે જળવાયુ પરિવર્તન (Climate Change)ને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં સૌથી ઓછા કાર્બનનું ઉત્સર્જન છે. ડિબેટમાં ટ્રમ્પ અને બાઇડનની વચ્ચે ઉત્તર કોરિયાને લઈને ઉગ્ર ચર્ચાઓ જોવા મળી. ટ્રમ્પે કહ્યું કે આપણે ઉત્તર કોરિયાની સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં નથી. આપણા તેમની સાથે સારા સંબંધ છે. તેની પર બાઇડને વળતો હુમલો કર્યો.તેઓએ કહ્યું કે હિટલરના યુરોપ પર હુમલા કરતાં પહેલા પણ આપણી સાથે સારા સંબંધ હતા.

ડિબેટ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાની પાસે ટૂંક સમયમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ હશે. જ્યારે બાઇડેને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે કોવિડ-19 સામે લડવા માટે કોઈ પ્લાન નથી. બાઇડેને કહ્યું કે કોવિડ-19થી થયેલા મોત માટે જવાબદાર વ્યક્તિને રાષ્ટ્રપ્રમુખ ન બનાવવા જોઈએ. તેઓ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ માસ્ક પહેરે અને રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવે.

કોરોના વાયરસને ગણાવી ચીનની ભૂલ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક ભૂતિયા શહેરમાં બદલાઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે દેશને બંધ ન કરતાં તો દેશના લોકો આત્મહત્યા કરવાનું શરૂ કરી દેતા. વાયરસથી અમેરિકામાં થયેલા મોત પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મારી ભૂલ નથી, આ જો બાઇડનની પણ ભૂલ નથી,આ ચીનની ભૂલ છે જે અમેરિકામાં આવી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch