Sat,27 April 2024,9:10 am
Print
header

આ નેતા બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી, હાઈકમાન્ડ કરી રહ્યું છે ચર્ચા-વિચારણા

ગાંધીનગરઃ ગુજરાતમાં દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 2022ના અંતમાં ચૂંટણી થાય તે પહેલા જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ છે સાથે જ ગુજરાત કોંગ્રેસના  પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન થતા કોંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની છે. એક તરફ વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ પ્રભારીનું નામ પણ ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે.

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે AICCમાં એવા નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે જે સંગઠનમાં નિષ્ણાત હોય અને પાર્ટીમાં ફરી પ્રાણ પુરી શકવા માટે સક્ષમ હોય. કોંગ્રેસ હાલ ગુજરાતના પ્રભારીના નામ માટે મનોમંથન કરી રહી છે. આ માટે કેટલાક સિનિયર નેતાઓના નામની ચર્ચા કરવામાં આવી છે. અગાઉ સચીન પાયલટ અને બી કે હરિપ્રસાદના નામ પર ચર્ચા ચાલી રહી હતી હાલ નવા નામો પર પણ મંથન કરવામાં આવી રહ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રદેશ પ્રભારીની રેસમાં હવે મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશના નામ ચર્ચામાં છે. અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યાં છે તેમના કાર્યકાળ દરમિયાન જ અશોક ગેહલોત અને સચીન પાયલટનો વિવાદ સપાટી પર આવ્યો હતો.જો કે તે મામલાનો સુખદ ઉકેલ આવ્યાં બાદ સચીન પાયલટે તેમને પ્રભારી પદેથી હટાવવાની માગ કરતા તેમના સ્થાને અજય માકનને જવાબદારી સોંપવામાં આવી હતી.

ચર્ચામાં રહેલા અન્ય નામોની વાત કરવામાં આવે તો મુકુલ વાસનીક હાલ મધ્યપ્રદેશના પ્રભારી છે. મુકુલ વાસનીક AICCના જનરલ સેક્રેટરી પણ છે. આ તમામની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતે મોહન પ્રકાશના નામની ભલામણ કરી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે બે થોડા જ સમયમાં ખબર પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar