Sat,27 April 2024,5:09 am
Print
header

સરકાર સ્વૈચ્છિક લોકડાઉનની ફરજ પાડે છે, કોંગ્રેસ MLA રાજેશ ગોહિલે રાજ્યપાલને પત્ર લખીને કર્યાં આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે અનેક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર લોકડાઉન લગાવવાની વાતને રદીયો આપી ચૂકી છે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યપાલને પત્ર લખીને સ્વયંભૂ બંધ રાખવા માટે વેપારીઓને અને અન્ય લોકોને ફરજ પડાતી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતો પત્ર લખ્યો છે.

ધંધૂકાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે રાજ્યપાલને લખેલા પત્રમાં સરકાર સામે અનેક આક્ષેપ કર્યાં છે તેમના પત્ર મુજબ સરકારે લોકોને વિનામૂલ્યે રાશન ન આપવું પડે માટે લોકડાઉન કરતી નથી. નાના અને મધ્યમ કદના વેપારીઓને પેકેજ આપવું ન પડે માટે સરકાર લોકડાઉન કરતી નથી, લોકડાઉન આપે તો ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી ન શકે, જેમણે ધીરાણ લીધું હોય તેમને વ્યાજ માફી આપવી પડે માટે લોકડાઉન નથી કરતી જેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ તમામ જવાબદારીમાંથી છટકવા સરકાર સ્વૈચ્છિક લોકડાઉનનો કન્સેપ્ટ લાવી  હોવાનું તેમણે પત્રમાં લખ્યું છે.

વીજળી બિલ માફ કરવું પડે એટલે સ્વૈચ્છિક લોકડાઉનનો નવો કન્સેપ્ટ વિજય રૂપાણી સરકાર લાવી છે. આમ ગુજરાત સરકારે  જવાબદારીમાંથી છટકી ગુજરાતની જનતાને આત્મનિર્ભર બનાવી દીધી છે.જો ગુજરાતની જનતાને બધી બાબતે આત્મનિર્ભર બનાવવી હોય તો ગુજરાત સરકારની જવાબદારી શું છે ? 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar