Sat,27 April 2024,6:12 pm
Print
header

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોઇ રાહત નહીં, કોર્ટે EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યાં છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેમના 6 દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યાં હતા. આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. પરંતુ કોર્ટે તેમના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યાં છે. હવે તેમને 1 એપ્રિલે સવારે 11.30 કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કેજરીવાલ-EDને જવાબ આપવામાં વિલંબ કરી રહ્યાંનો દાવો

EDએ કેજરીવાલની વધુ સાત દિવસની કસ્ટડીની માંગ કરી હતી અને કહ્યું કે આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમની પૂછપરછ જરૂરી છે. EDએ કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ જવાબ આપવામાં વિલંબ કરી રહ્યાં છે, તેમના ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કરી રહ્યાં નથી. રિમાન્ડની માંગ કરતી વખતે EDએ જણાવ્યું કે મોબાઇલ ફોનનો ડેટા તેમની પત્નીનો છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

21.03.2024 ના રોજ અરવિંદ કેજરીવાલના પરિષરની તપાસ દરમિયાન જપ્ત કરાયેલા અન્ય 4 ડિજિટલ ઉપકરણોનો ડેટા હજુ સુધી કાઢવામાં આવ્યો નથી.

શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે 4 નિવેદન પૂરતા છે- કેજરીવાલ

કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું કે, “એક્સાઈઝ પોલિસી કેસમાં ચાર સાક્ષીઓએ મારું નામ લીધું છે. શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે ચાર નિવેદનો પૂરતા છે ? કેજરીવાલે આરોપ લગાવ્યો કે શરતચંદ્ર રેડ્ડીએ ભારતીય જનતા પાર્ટીને 55 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મારી પાસે તેના પુરાવા છે. 

આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાનું ખોટું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે - કેજરીવાલ

રેડ્ડી અરબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર છે અને આ કેસમાં સરકારના સાક્ષી બનેલા સહ-આરોપીમાંથી એક છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાની ખોટી તસવીર દેશ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને તેઓ EDની તપાસનો સામનો કરવા તૈયાર છે. આ મામલામાં 21 માર્ચે AAPના રાષ્ટ્રીય કન્વીનરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે તેમને 28 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તપાસમાં સહકાર આપવા માગે છે પરંતુ EDના આધારે નહીં.

રાજકીય ષડયંત્રનો જનતા જવાબ આપશેઃ કેજરીવાલ

કેસની સુનાવણી માટે જ્યારે કેજરીવાલને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે તેમને પત્રકારોને કહ્યું હતું કે ‘આ એક રાજકીય કાવતરું છે.’ દરમિયાન દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ કોર્ટમાં હાજર હતા. મુખ્યમંત્રીના પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતા. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch