Sat,27 April 2024,3:13 am
Print
header

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈની હોટલમાં કરી લીધો આપઘાત ? સ્યૂસાઇડ નોટ પણ મળી

મુંબઈઃ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ હોટલમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મોહન ડેલકર લોકસભાના સાંસદ હતા. મુંબઈની સી ગ્રીન હોટલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.

તેમની પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. તેમણે ગુજરાતીમાં સ્યૂસાઇડ નોટ લખી છે. આ સ્યૂસાઇડ નોટમાં શું લખ્યું છે, તે હજુ જાણી શકાયું નથી. મોહન ડેલકરની ઉંમર 58 વર્ષ હતી. તેઓ દાદરાનગર હવેલી લોકસભા ક્ષેત્રમાંથી અપક્ષમાં સાંસદ હતા. વર્ષ 1989માં મોહન ડેલકરે પહેલીવાર આ સંસદીય ક્ષેત્રમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ અનેક વખત અહીંથી સાંસદ બન્યા હતા. મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટીની તરફથી પણ સાંસદ બન્યા, 2009માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જોકે ગત લોકસભાની ચૂંટણી 2019માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં હતા. 

19 ડિસેમ્બર 1962ના રોજ તેમનો જન્મ થયો હતો, કારકિર્દીની શરૂઆત સિલ્વાસામાં ટ્રેડ યુનિયન લીડર તરીકે કરી હતી. 1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી હતી. 1989માં દાદરાનગર હવેલીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991અને 1996માં કોંગ્રેસમાંથી સાંસદ બન્યા હતા. 1998માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા. 2004માં ફરી અપક્ષ સાંસદ બન્યા હતા. 4 ફેબ્રુઆરી 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2019માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરીથી તેઓ અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા. ત્યાર બાદ ડેલકર JDUમાં જોડાયા હતા. 2020માં જનતા દળ યુનાઈટેડમાં જોડાયા હતા, તેઓ 7 ટર્મ સુધી દાદરાનગર હવેલીના સાંસદ રહ્યાં હતા. પોલીસ હાલમાં તેમના મોત મામલે તપાસ કરી રહી છે, તેમની આત્મહત્યાથી તેમના લાખો ચાહકોમાં શોક છવાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch