Fri,26 April 2024,10:28 pm
Print
header

સેનાની તાકાતમાં વધારો, સ્વદેશી ડ્રોન અભ્યાસનું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો

નવી દિલ્હી: ભારતીય સેનાને એક નવી તાકાત મળી છે. ભારતે અભ્યાસ ફાઈટર ડ્રોનનું ઓડિશાના બાલાસોરમાં સફળ પરીક્ષણ કર્યુ છે. DRDOએ અભ્યાસ-હાઈસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ (ABHYAS-HEAT)નો  ફ્લાઈટ ટેસ્ટ મંગળવારે કર્યો. ભારતીય સશસ્ત્ર દળોને અભ્યાસ ફાઈટર ડ્રોનનો ખુબ લાભ મળશે. 

રાજનાથ સિંહે DRDOને પાઠવી શુભેચ્છા

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે અભ્યાસના સફળ ઉડાણ પરીક્ષણને મોટી સફળતા ગણાવી છે. રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે DRDOએ આજે ITR બાલાસોરથી અભ્યાસ-હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટના સફળ ઉડાણ પરીક્ષણની સાથે એક માઈલ સ્ટોન પાર કર્યો છે.તેનો ઉપયોગ વિભિન્ન મિસાઈલ પ્રણાલીઓના મૂલ્યાંકન માટે એક લક્ષ્ય તરીકે થઈ શકે છે. આ ઉપલબ્ધિ બદલ DRDO અને તેની સાથે જોડાયેલા લોકોને શુભેચ્છાઓ. 

જબરદસ્ત છે ડિઝાઈન

અભ્યાસને DRDOના એરોનોટિક્સ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ) દ્વારા ડિઝાઈન અને વિક્સિત કરવામાં આવેલું છે. તેને ટ્વિન અંડરસ્લેંગ બૂસ્ટરનો ઉપયોગ કરીને લોન્ચ કરાયું છે. DRDOએ અભ્યાસને એક ઈન લાઈન નાના ગેસ ટર્બાઈન એન્જિન પર ડિઝાઈન કર્યું છે.આ ડિવાઈસ સ્વદેશી રીતે વિક્સિત માઈક્રો-ઈલેક્ટ્રો-મેકેનિકલ સિસ્ટમ આધારિત પ્રણાલી છે. તેનો પ્રયોગ નેવિગેશન માટે કરાય છે. DRDOએ તેને ખાસ પ્રકારે ડિઝાઈન કર્યુ છે. સમગ્ર માળખામાં પાંચ મુખ્ય ભાગ છે જેમાં નોઝ કોન, ઈક્વિપમેન્ટ બે, ઈંધણ ટેન્ક, હવા પાસ થવા માટે એર ઈન્ટેક બે અને ટેલ કોન છે. 

અભ્યાસ કેવી રીતે કરે છે કામ ?

અભ્યાસ ડ્રોન એક નાના ગેસ ટર્બાઈન એન્જિન પર કામ કરે છે. તે એમઈએમએસ નેવિગેશન સિસ્ટમ અને ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટરના સહારે ચાલે છે. અભ્યાસને સંપૂર્ણ રીતે સ્વાયત્ત ઉડાણ માટે તૈયાર કરાયું છે. અભ્યાસના રડાર ક્રોસ-સેક્શન અને વિઝ્યુઅલ ઈન્ફ્રારેડ સિગ્નેચરનો ઉપયોગ વિભિન્ન પ્રકારના વિમાનો અને હવાઈ સુરક્ષા ઉપકરણોમાં કરી શકાય છે. આ જામર પ્લેટફોર્મ અને ડિકોય તરીકે પણ કાર્ય કરી શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch