Fri,03 May 2024,11:11 pm
Print
header

વાવાઝોડાને લઈને મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક, નવી ગાઈડલાઈન પાડવામાં આવી બહાર- Gujarat Post

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે જખૌ પોર્ટથી વાવાઝોડું 180 કિ.મી. દૂર છે અને ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડાનો અડીખમ રીતે સામનો કરવા માટે તંત્ર દ્વારા મજબૂત તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રી વાવાઝોડાને લઈ સમીક્ષા બેઠક યોજીને પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યાં છે.

ગુજરાત સરકાર દ્વારા લોકો માટે કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેની મદદથી તેઓ સુરક્ષિત રહી શકશે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છ તથા માંડવીની વચ્ચે આવેલા જખૌના પોર્ટથી સાંજે ટકરાઈ શકે છે. ત્યારબાદ તે કરાંચી તરફ ફંટાઇ શકે છે. તંત્ર દ્વારા આ મામલે તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અત્યાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 74 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરીને અસ્થાયી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યાં છે. NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે. એક ટીમને દીવમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં NDRFની તૈનાતી વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે NDRFની ચાર ટીમો કચ્છ જિલ્લામાં, ત્રણ-ત્રણ રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં, બે જામનગરમાં, એક-એક પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં તૈનાત કરવામાં આવી છે. એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch