Sat,27 July 2024,10:12 am
Print
header

રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે ઘણા હાઈપ્રોફાઈલ લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યાં હતા. આ મેચ જોવા માટે ખુદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં હાજર રહ્યાં હતા. ટીમ ઈન્ડિયાની હાર બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં પીએમ મોદી માટે પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ નિવેદનને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. ભાજપના નેતાઓએ ચૂંટણી પંચ પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. હવે આ મામલે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્રતિક્રિયા સામે આવી છે. આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શને ટ્રોફી પર પગ રાખીને બેઠેલા ફોટો પર પણ પ્રતિક્રિયા આપી છે.

શમીએ કહ્યું- હું વિવાદાસ્પદ પ્રશ્નો સમજી શકતો નથી. મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ટીમ ઈન્ડિયાએ બે મહિના સુધી સખત મહેનત કરી હતી. તમે લોકો જે રાજકીય એજન્ડા લાવો છો તે મને સમજાતું નથી. શમીએ પીએમ મોદીને મળવાની પણ વાત કરી હતી. તેણે કહ્યું- આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે વડાપ્રધાન અમને પ્રોત્સાહિત કરે છે ત્યારે તેનાથી આત્મવિશ્વાસ વધે છે. એક રીતે શમીએ મોદીનો આભાર માન્યો છે અને રાહુલની વાતને ફગાવી દીધી છે. જેમાં રાહુલે કહ્યું હતુ કે આ પનોતીને કારણે આપણે વર્લ્ડકપ હારી ગયા છીએ.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની વર્લ્ડકપ ટ્રોફી ઉપર પગ રાખવાની તસવીર અંગે શમીએ કહ્યું- મને દુઃખ થયું છે.તે ટ્રોફી પર પગ મૂકતા મને ગુસ્સો આવે છે. જેના માટે આખું વિશ્વ સ્પર્ધા કરે છે, જે ટ્રોફી તમે તમારા માથા ઉપર રાખવા માંગો છો. શમીને શરૂઆતની કેટલીક મેચોમાં બેન્ચ પર બેસવું પડ્યું હતું. હાર્દિક પંડ્યા ઘાયલ થતાં તેને તક મળી હતી. તેના પર શમીએ કહ્યું- જ્યારે તમે ચાર મેચ માટે બેન્ચ પર બેસો છો, ત્યારે તમે માનસિક રીતે મજબૂત બનો છો. ક્યારેક તમે દબાણમાં આવો છો, પરંતુ જો ટીમ સારું પ્રદર્શન કરી રહી હોય તો તમને તેનાથી સંતોષ મળે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch