Fri,26 April 2024,10:47 pm
Print
header

કોરોનાને લઈને અમદાવાદ માટે આવ્યાં ચિંતાજનક સમાચાર, જાણો વધુ વિગતો

અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઈને તમામ લોકોએ સર્તક રહેવાની જરૂર છે. અમદાવાદ(Ahemdabad)માં કોરોના વાયરસને લઈને ફરી એક વખત લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. અમદાવાદના ઉત્તર પશ્રિમ ઝોનની જનતાને વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ફરીથી કોરોનાના એક્ટિવ કેસમાં (Active case) વધારો થઈ રહ્યો છે.

ચાંદલોડિયા ગોતા અને બોડકદેવ વિસ્તારોમાં કોરોના એક્ટીવ કેસનો આંકડો 513 પર પહોંચ્યો છે. પશ્ચિમ ઝોનમાં 507, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 495, મધ્યઝોનમાં 317 અને ઉત્તર ઝોનમાં 360 એક્ટીવ કેસનો આંક પહોંચ્યો છે. દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 435 અને પૂર્વ ઝોનમાં 369 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ખાનગી હોસ્પિટલોમાં બે દર્દીઓના મૃત્યું  થયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 હજાર 418 છે.

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3682

અમદાવાદ કોર્પોરેશનમાં(AMC) શનિવારે કોરોના વાયરસના 164 કેસ નોંધાયા હતા જેની સામે 121 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા હતા જ્યારે 12 લોકો સ્વસ્થ થયા હતા. શનિવારે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના વાયરસ(Coronavirus)ના સંક્રમણના કારણે 2 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 3682 પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar