Fri,26 April 2024,9:46 pm
Print
header

બેકાબૂ કોરોના: દેશમાં 24 કલાકમાં 501 દર્દીનાં મોત, 36,604 નવા પોઝિટિવ કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. ભારતમાં એક તરફ કોરોના વેક્સીન આવવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યો RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ કોવિડ-19નું સંક્રમણ પણ એ જ ગતિએ કહેર વરસાવી રહ્યું છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 95 લાખ થવા આવી છે. મૃત્યુઆંક પણ 1.38 લાખને પાર થઈ ગયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,604 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 501 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 94,99,413 થઈ ગઈ છે

આ ઉપરાંત દેશમાં કોવિડ-19 (Covid-19) ની મહામારી સામે લડીને 89 લાખ 32 હજાર 647 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 43,062 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,28,644 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,38,122 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. 

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 14,24,45,949 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 10,96,651 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch