Sat,27 April 2024,3:44 am
Print
header

24 કલાકમાં 2357 લોકોનાં મોતથી અમેરિકામાં હડકંપ, ટ્રમ્પે મોદી પાસે દવાનો જથ્થો માંગ્યો

વોશિંગ્ટનઃ ચીન પછી દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં નોંધાયા છે, ચીનમાં સ્થિતી સામાન્ય થઇ ગઇ છે, પરંતુ અમેરિકામાં માત્ર 24 કલાકમાં 2357 લોકોનાં મોત થઇ ગયા છે, કોરોનાને કારણે કુલ મોતનો આંકડો 8500 જેટલો થઇ ગયો છે, માત્ર ન્યૂયોર્કમાં કલાકોમાં 600 લોકોએ જીવ ગુમાવ્યાં છે, 3 લાખ 13 હજાર લોકો કોરોના પોઝિટિવ બન્યાં છે, કલાકોમાં કોરોનાના નવા 50 હજાર કેસ સામે આવ્યાં છે, હજુ અનેક લોકોના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે, જેથી અમેરિકામાં મોતનો આંકડો પણ વધશે તે નક્કિ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ટેલિફોનિક વાત થઇ હતી, બંને દેશોએ કોરોના સામેની લડાઇમાં એકબીજાને મદદ કરવાના ખાતરી આપી છે.ટ્રમ્પે ભારત પાસે હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન દવાની ટેબ્લેટ્સનો જથ્થો માંગ્યો છે, જે અમેરિકાને મોકલી આપવામાં આવશે, આ દવા લેવાથી કોરોનાના દર્દીઓને મદદ મળી રહે છે, રિકવરીમાં તેમને ફાયદો થાય છે. આ વાત ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં કહી છે, તેમને એમ પણ કહ્યું છે કે કોરોના સામેની લડાઇમાં તેઓ સતત લોકોને બચાવવા પ્રયાસ કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch