Sat,27 April 2024,4:42 am
Print
header

કોરોનાથી 90 દિવસ ભારત લોકડાઉનની ચર્ચા પર સરકારનો જવાબ, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી 27 લોકોનાં મોત થઇ ગયા છે અને 1100 કરતા વધુ લોકોને તેની અસર થઇ છે, મોદી સરકારે કોરોના સામે લડવા 21 દિવસનું લોકડાઉન કરી દીધું છે, જેમાં કરોડો લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે આ જનતાના હીતમાં જ છે, હવે ચર્ચાઓ થઇ રહી છે કે મોદી સરકાર 90 દિવસ સુધી ભારત બંધ કરી શકે છે, લોકડાઉન 90 દિવસનું થઇ શકે છે, પરંતુ આ વાતને મોદી સરકારે ફગાવી દીધી છે.

કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ કહ્યું છે કે દેશમાં લોકડાઉન વધારવાની હાલમાં કોઇ યોજના નથી.જે અહેવાલ માર્કેટમાં આવી રહ્યાં છે તે ખોટા છે, જો કે કોરોનાના કેસ વધશે અને તેને કન્ટ્રોલમાં લઇ શકાશે નહીં તો 21 દિવસ પછી સરકાર લોકડાઉન વધારી પણ શકે છે, આ મહામારી રોકવા એક આવી શક્યતા પણ છે, પરંતુ હાલમાં તો સરકારની આવી કોઇ યોજના ન હોવાનું સામે આવ્યું છે, કારણ કે જો 90 દિવસનું લોક ડાઉન થાય તો દેશની જનતાએ જીવન જરૂરિયાતની વસ્તુઓથી માંડીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch