Fri,26 April 2024,10:47 pm
Print
header

દેશમાં એક જ દિવસમાં કોરોનાએ લીધો અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોનો ભોગ, 4 લાખથી વધુ લોકો સાજા થયા

નવી દિલ્હીઃ દેશમાં વાવાઝોડાના કહેર વચ્ચે કોરોનાથી મોતની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2,63,553 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં અને 4329 લોકોનાં મોત થયા છે. જો કે 24 કલાકમાં 4,22,436 લોકો ઠીક પણ થયા છે. દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મોત અને સૌથી વધુ લોકો ઠીક થયા છે

આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ બે કરોડ 52 લાખ 28 હજાર 996 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જ 2 કરોડ 15 લાખ 96 હજાર 512, કુલ એક્ટિવ કેસ  33 લાખ 53 હજાર 765 અને કુલ મોત 2 લાખ 78 હજાર 719 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 18 કરોડ 44 લાખ 53 હજાર 149 ડોઝ આપવામાં આવ્યાં છે. ICMRના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 31,82,92,881 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 17 મે ના રોજ 18,69,223 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. દેશના 10 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે જ્યારે 9 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે  હાલની સ્થિતીમાં એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ પર છે. મહારાષ્ટ્ર બીજા, કેરળ ત્રીજા ક્રમે છે.   

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch