Sat,27 April 2024,7:50 am
Print
header

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, 24 કલાકમાં વધુ 872 કેસ નોંધાયા

ઘણા સમય પછી અમદાવાદમાં 135 કેસ, સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ આવે છે

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી કોરોના નો આંક હવે 800ની આસપાસ આવી રહ્યો છે. આજે પણ કોરોનાના કેસ ચિંતાજનક રહ્યાં છે. આજે 872 નવા કેસ નોંધાયા છે. જો કે સારી બાબત એ છે કે અત્યાર સુધી સૌથી વધારે કેસ આવતા અમદાવાદ શહેરમાં આજે કેસ ઓછા થયા છે અને 135 કેસ આવ્યાં છે, જ્યારે સુરતમાં નવા 270 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં 90 કેસ અને સુરત શહેરમાં 180 કેસનો સમાવેશ થાય છે. રાજકોટમાં કુલ 51 કેસ નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 28 કેસ નોંધાયા છે. ભાવનગરની વાત કરીએ તો ત્યાં 49 કેસ નોંધાયા છે.

જ્યારે અમદાવાદ સુરત અને વડોદરા હજુ પણ ચિંતાજનક છે, બીજી તરફ નાના શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાં ચિંતા જગાવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 41,000 ને પાર થયા છે. જેમાંથી કેટલાક લોકો સાજા પણ થઇ ગયા છે. જ્યારે 24 કલાકમાં વધુ 10 દર્દીઓનાં મોત થઇ ગયા છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar