Wed,08 May 2024,8:52 am
Print
header

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈનેે કોંગ્રેસ સક્રિય, જનસંપર્ક અભિયાનની કરશે શરૂઆત

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં સોમવારથી જનસંપર્ક અભિયાનની  શરૂઆત કરશે.જિલ્લા પંચાયતની બેઠકો તથા વોર્ડ દીઠ પણ જનસપર્ક કરાશે. આ જનસંપર્ક અભિયાન માટે ખાસ ટીમ બનાવાઈ છે. જેમાં કોણ આ અભિયાનમાં જોડાશે તેમના નામ પણ નક્કી કરી લેવાયા છે. રાજીવ સાતવ અને અમિત ચાવડા મોડાસર જનસંપર્ક કરશે. પરેશ ધાનાણી ઉપલેટા અને રાજકોટ શહેરમાં જનસંપર્ક કરશે. જ્યારે ભરતસિંહ સોલંકી વડોદરા શહેરમાં જનસંપર્ક કરશે.અર્જુન મોઢવાડિયા ટંકારા અને જામનગર શહેરમાં જનસંપર્ક કરશે.તુષાર ચૌધરી ચૌર્યાસી અને સુરત જિલ્લામાં, જ્યારે દિપક બાબરિયા ઇસનપુર અને ખોખરામાં, સી.જે ચાવડા નરોડામાં જનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું ટૂંક સમયમાં બ્યૂગલ ફૂંકાશે, જેમાં કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સાથે પ્રચાર અભિયાનને પણ તેજ કર્યું છે.રાજયના મહાનગરોમાં હેલ્લો અભિયાન બાદ કૉંગ્રેસે હવે મહા જનસંપર્ક અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.અભિયાન 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ચાલશે.જે 6 મહાનગરપાલિકામાં ચૂંટણીઓ યોજાવાની છે તેના 145 વોર્ડ, 81 નગરપાલિકાના 684 વોર્ડ, જિલ્લા પંચાયતની 988 બેઠકો અને તાલુકા પંચાયતની 4 હજાર 770 બેઠકો પર આ અભિયાન દરમિયાન કોંગ્રેસ નેતાઓ  બેઠકો યોજશે.

મહા જનસંપર્ક અભિયાન દરમિયાન કૉંગ્રેસના 270 જેટલા નેતાઓ 10 દિવસ દરમિયાન કુલ 17 હજાર ગામોની મુલાકાત કરીને લોકોના પ્રશ્નો જાણશે. જન સંપર્ક અભિયાનની સાથે કૉંગ્રેસે હાલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ કરી છે. આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પાર્ટીએ 50 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch