Sat,27 April 2024,10:38 am
Print
header

કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં આ રાજ્યમાં 2 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે.પરંતુ કેરળમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કેરળમાં કોરોનાના કેસ વધતાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું 6 સભ્યોની કેન્દ્રીય ટીમ કેરળ જશે. અહીંયા કોવિડ-19ના કેસ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 4164 નો વધારો થયો છે. આ સાથે કુલ એક્ટિવ કેસનો આંક 1.50 લાખને પાર થયો છે. રાજ્યમાં 31,60,804 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. 16,457 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભારતમાં ફરીથી કોરોનાના કેસ છેલ્લા બે-ત્રણ દિવસથી વધવાના શરૂ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,509 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 38,465 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં કોરોનાથી કુલ રિકવરી રેટ 97.38 ટકા પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 46 કરોડ 26 લાખ 29 હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch