Fri,26 April 2024,10:17 pm
Print
header

વિદેશી પ્રતિબંધોનો સામનો કરવા ચીન લાવ્યું નવો કાયદો, રાતોરાત કર્યો લાગુ

(તસવીર સૌજન્યઃ AFP ટ્વીટર) 

બેઇજિંગઃ વિદેશી પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ચીને નવો કાયદો બનાવ્યો છે. જેનાથી દેશની કંપનીઓ અને ચીન અધિકારીઓને સરકારી સંરક્ષણ મળશે. આ કાનૂન નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીએ પાસ કર્યો છે.

ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે, ચીને વિદેશી પ્રતિબંધો સામે કાયદો બનાવ્યો છે. આ કાચદા હેઠળ ચીન હવે ચીની ઉદ્યોગો અથવા અધિકારીઓ વિરુદ્ધ વિદેશી પ્રતિબંધોને વળગી રહેલી વ્યક્તિઓ અથવા વ્યવસાયોની સંપત્તિ સીલ, જપ્ત કરી શકશે.

આ કાયદાને અમેરિકા કે યુરોપીયન દેશો દ્વારા માનવાધિકારની સાથે, હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનના મામલે ચીનના અધિકારીઓ પર પ્રતિબંધ મુકવા સાથે જોડવામાં આવી રહ્યો છે ચીન આ નવા કાનૂનથી ખુદ પર લાગુ પ્રતિબંધોનો મુકાબલો સારી રીતે કરી શકશે.

હાલ આ કાયદા અંગે વધારે માહિતી સામે આવી નથી. પરંતુ તેને લઈને વિદેશી કંપનીઓ ચીનથી વેપાર અને રોકાણને લઈ ચિંતિત છે. યુરોપીયન સંઘ ચેમ્બર ઓફ કોમર્સના કહેવા મુજબ કાયદામાં પારદર્શિતા નથી ઉતાવળે લાગુ કરવામાં આવ્યો છે. આ કાનૂનથી ચીનમાં કામ કરી રહેલી વિદેશી કંપનીઓ પર દેખરેખ વધી જશે. નોંધનિય છે કે કોરોનાકાળમાં અમેરિકા અને ભારત સહિતના દેશોએ ચીન પર અનેક પ્રતિબંધો લાદી દીધા છે. એલએસી પર ઘર્ષણ પછી ભારતે ચીન સામે વધુ આક્રમક નીતિ અપનાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch