Sat,27 July 2024,4:40 pm
Print
header

સ્વાતિ માલીવાલ કેસમાં કેજરીવાલે પહેલીવાર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીઃ સાંસદ સ્વાતિ માલીવાલ અને કેજરીવાલના પીએ બિભવ કુમાર વચ્ચે થયેલી મારપીટને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલીવાર નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂંમાં કેજરીવાલે મુખ્યમંત્રી આવાસ પર સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલા અંગે કહ્યું કે તેમને આશા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે અને સ્વાતિને ન્યાય મળવો જોઈએ. આ મામલો હાલકોર્ટમાં છે. એટલા માટે તેઓ આ અંગે વધુ કહેવા માંગતા નથી. કેજરીવાલે કહ્યું કે હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે પોલીસે બંને પક્ષોની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે હાજર ન હતા

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઘટના સમયે તેમના સત્તાવાર નિવાસસ્થાને હાજર હતા, તો તેમને કહ્યું કે તેઓ ત્યાં હતા. પરંતુ ઘટના સ્થળે હાજર ન હતા. કેજરીવાલના પીએ બિભવ કુમાર પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. સ્વાતિએ બિભવ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. બિભવે સ્વાતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેડિકલ રિપોર્ટમાં મારજૂડના નિશાન પણ મળ્યાં છે.

બીજી તરફ આપના નેતાઓ સ્વાતિ માલીવાલની પાછળ ભાજપનો હાથ હોવાનું કહી રહ્યાં છે અને કેજરીવાલની વિરુદ્ધમાં આ એક ષડયંત્ર કરાયું હોવાના આરોપ લાગ્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch