Sat,27 July 2024,10:09 am
Print
header

અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post

નવી દિલ્હીઃ રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને વટાવી ગયો છે. રાજધાનીમાં લોકોનું સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. કેન્દ્ર અને દિલ્હી સરકારની કડકાઈ છતાં હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. બીજી તરફ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે વિસ્તારા એરલાઈન્સની બે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે.

વિસ્તારા એરલાઈન્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. પોસ્ટમાં જણાવાયું છે કે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ UK906ને ખરાબ હવામાન અને દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના કારણે અમદાવાદ પરત ડાયવર્ટ કરવામાં આવી છે. આ સિવાય મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટ UK954ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, વર્ષ 2022ની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીમાં ગંભીર શ્રેણીમાં પવનના દિવસોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. 26 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.આ વર્ષે નવેમ્બર મહિનામાં એક પણ દિવસ એવો નથી રહ્યો કે જ્યારે હવા સામાન્ય રેન્જમાં નોંધાઈ હોય. પ્રદુષને રોકવામાં નહીં આવે તો અનેક બિમારીઓ લોકોના શરીરમાં ઘર કરી જશે તે નક્કિ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch