Sat,27 April 2024,10:07 am
Print
header

સત્તા લાલચુ અલ્પેશ ઠાકોર ગપ્પાબાજ બની ગયો ! હું કોંગ્રેસમાં રાજા હતો-બધાને ટિકીટ અપાવતો હતો, હવે મંત્રી બનીશ

બનાસકાંઠા: પક્ષપલટુ અને સત્તા લાલચુ અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેનું ભાષણ મજાક લાગી રહ્યું છે, અગાઉ આ નેતાજીનું કહેવું હતુ કે કોંગ્રેસમાં કોઇ તેમનું સાંભળતું નથી, જેથી પાર્ટી છોડવી પડી હતી, અને હવે તેઓ બોલી રહ્યાં છે કે હું કોંગ્રેસમાં ઇલાકાનો રાજા હતો, હું કહેતો હતો તેમ કોંગ્રેસે દેશમાં ટિકિટો આપવી પડતી હતી, અલ્પેશ ઠાકોરે  સભામાં કહી પણ દીધું છે કે તે રાધનપુરની પેટાચૂંટણીમાં જીત મેળવીને ભાજપ સરકારમાં મંત્રી બનવાનો છે અને ઓર્ડર કરશે તે પ્રમાણે બધાએ કામ કરવું પડશે, દેવ ગામની સભામાં અલ્પેશે ડંફાશ મારી હતી કે હું મંત્રી બનીને અહી પાછો આવીશ ત્યારે લાગી રહ્યું છે કે આ મહાશય ભાજપમાં જઇને ગપ્પાબાજ બની ગયા છે.

કોંગ્રેસે નેતા બનાવ્યો-હવે કોંગ્રેસની જ નિંદા 

સાચી વાત તો એ છે કે કોંગ્રેસમાં રહીને પાર્ટીની સામે ષડયંત્ર કરનારા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે બહારનો રસ્તો બતાવી દીધો હતો, સત્તા લાલચુએ ભાજપમાં મંત્રીપદની ડીલ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે, ઠાકોર સમાજના જ આગેવાનોએ આરોપ મુક્યા છે કે તે સમાજનો ગદ્દાર વ્યક્તિ છે.

અલ્પેશે સભામાં કોંગ્રેસના નેતાઓની પણ પોલ ખોલી હતી, કહ્યું કે કોંગ્રેસની આઇડિયોલોજી મોદી અને સંઘનો વિરોધ કરવાની છે, મે દિલ્હીની બેઠકમાં કોંગ્રેસના નેતાઓને ના પાડી હતી કે મોદીનો વિરોધ કરવાથી પાર્ટીને નુકસાન થશે, તેમ છંતા મારી વાત માની ન હતી, જો કે પક્ષપલટુ અને સત્તા લાલચુ અલ્પેશ ઠાકોર ભાજપમાં જઇને આ બધી વાતો કરે છે, જે કોંગ્રેસે તેને રાજનીતિમાં લાવીને ધારાસભ્ય બનાવ્યો તે જ પાર્ટીની હવે નિંદા કરે છે, જેથી આ મહાશયની વાતો પર વિશ્વાસ મુકવો કે કેમ તે જનતાએ વિચારવાનું છે.

બીજી તરફ કોંગ્રેસે અલ્પેશને ગપ્પાબાજ ગણાવીને કહ્યું છે કે વિધાસભા કે લોકસભાની ટિકીટ પાર્ટી હાઇકમાન્ડ નક્કિ કરે છે, કોઇના કહેવાથી પાર્ટી ટિકીટ આપતી નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar