મુંબઇઃ બિગ બોસ 17 નો વિજેતા મુનવ્વર ફારુકી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારની મોડી રાત્રે, મુંબઈ પોલીસની એસએસ શાખાએ હુક્કાબારમાં દરોડા પાડ્યાં હતા. જ્યાં તેઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી સહિત 14 લોકોની અટકાયત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ COTPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે 41Aની નોટિસ આપીને ફારૂકીને જવા દીધો હતો.
મુનવ્વર ફારૂકી વિવાદોમાં
બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ બાદ હવે બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારૂકી વિવાદમાં આવી ગયો છે. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સ્થિત સબલન હુક્કા પાર્લરમાં ગઈકાલે રાત્રે સમાજ સેવા શાખાએ દરોડા દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરી હતી. મુનવ્વર પણ આ લોકોમાં સામેલ હતો.
પોલીસને બાતમી મળી હતી કે હુક્કા પાર્લરમાં તમાકુની સાથે નિકોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો તમાકુની બનાવટો મળી આવે તો પોલીસ દ્વારા સિગારેટ અને ટોબેકો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જો કે મુનવ્વર ફારૂકીને નોટિસ આપવામાં આવી હતી અને રાત્રે જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. હજુ સુધી મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મુનવ્વર અગાઉ પણ વિવાદોમાં આવ્યો હતો
આ પહેલીવાર નથી જ્યારે મુનવ્વરનું નામ વિવાદમાં આવ્યું હોય. અગાઉ 2021 માં ઇન્દોરમાં સ્ટેન્ડ-અપ કોમેડી ઇવેન્ટ દરમિયાન ભગવાન રામ વિશે કેટલીક અસંવેદનશીલ ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેણે અંદાજે 35 દિવસ જેલમાં વિતાવ્યાં હતા. જેલમાંથી બહાર આવ્યાં બાદ પણ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને માત્ર ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો નથી, તેના ઘણા શો પણ કેન્સલ થયા હતા.
આ પછી તેને કંગના રનૌતના શો લોકઅપ સાથે નવી સફર શરૂ કરી. તે શોનો વિજેતા બનીને લાઇમલાઇટમાં આવ્યો હતો. લોકઅપ જીત્યા પછી તેને બિગ બોસ 17 માં ભાગ લીધો અને શોના વિજેતા તરીકે બહાર આવ્યો હતો. બિગ બોસ જીત્યા બાદ તેની ખુશી ચરમસીમા પર હતી. ફરી એકવાર તેનું નામ વિવાદોમાં જોડાયું છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
કુણાલ કામરાનને એકનાથ શિંદે પર ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR- Gujarat Post | 2025-03-24 09:46:43
સનરાઇઝર્સના ઈશાન કિશને ફટકારી IPL 2025 ની પ્રથમ સદી, રાજસ્થાનનો 44 રનથી પરાજય- Gujarat Post | 2025-03-23 19:54:28
આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post | 2025-03-23 17:34:04
સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા | 2025-03-22 10:05:30
વિટામિન B12 ની ઉણપને કારણે શરીરમા આ ગંભીર લક્ષણો દેખાવા લાગે છે, જેને અવગણશો નહીં | 2025-03-27 09:46:46
એક દિવસમાં આટલા ઇલાયચીના દાણા ચાવો, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ એક મહિનામાં જ દૂર થઈ જશે ! | 2025-03-22 09:23:55
આ અંકુરિત અનાજ લોહીમાં જમા થયેલા ટ્રાઈગ્લિસરાઈડ્સને શોષી લેશે, કોલેસ્ટ્રોલની સાથે બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે ! | 2025-03-19 15:28:41
આ ઓલરાઉન્ડર શાકભાજી ફક્ત બે મહિના માટે જ ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ શરીરને અદ્ભભૂત લાભ આપે છે | 2025-03-17 15:48:32