Fri,26 April 2024,11:46 pm
Print
header

કર્ણાટકમાં પિતા બાદ પુત્ર પણ હવે બન્યાં મુખ્યપ્રધાન, બસવરાજ બોમ્મઈએ લીધા શપથ

બેંગલુરુઃ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇએ આજે શપથ લઇ લીધા છે. બોમ્મઇ હાલમાં કર્ણાટકના ગૃહમંત્રી હતા, યેદિયુરપ્પાએ બોમ્મઇના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જેને સ્વીકારી લેવામાં આવ્યો હતો.સીએમ પદના શપથ લેતા પહેલા આજે સવારે તેમણે બેંગ્લુરુમાં ભગવાન શ્રી મારુતિ ટેમ્પલમાં દર્શન કર્યાં હતા. બાદમાં રાજ્યપાલે તેમને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. મુખ્યમંત્રીની ખુરશી સંભાળવા જઇ રહેલા બોમ્મઇ યેદિયુરપ્પાની જેમ જ કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમુદાય સાથે સંકળાયેલા છે. 

તેમણે કહ્યું કે કોરોના મહામારીની સામે પહોંચી વળવાની કામગીરીને સંભાળવી એ અમારી પ્રાથમિક્તા રહેશે. આપણે કોરોના મહામારી સામે લડવાનું છે. જનતા દળ છોડીને બોમ્મઇ 2008માં ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તેઓ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. બે વખત એમએલસી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના પિતા એસઆર બોમ્મઇ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યાં છે હવે વર્ષો પછી પુત્રએ પણ કર્ણાટકની ગાદી સંભાળી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch