Sun,05 May 2024,9:14 pm
Print
header

શાદી ડોટ કોમ પરથી લગ્ન કરનારી શિક્ષિકા પર કેનેડિયન પતિએ લગાવ્યો ચારિત્ર્યહીનનો આક્ષેપ, 20 હજાર ડોલરની કરી માંગ- Gujarat Post

(demo pic)

વિદેશનો મોહ ધરાવતી યુવતીઓ અને તેના પરિવારજનો માટે ચેતવણી રૂપ કિસ્સો

પતિએ કેનેડા જઈ પત્નીના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

બારડોલીઃ સુરતના બારડોલીમાં પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ સંતાનો સાથે રહેતી યુવતીએ કેનેડાથી ભારત આવેલા એક બીજવર યુવાન સાથે લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થવાના સોનેરી સપના જોયા હતા. પરંતુ લગ્ન બાદ કેનેડા પરત ગયેલા પતિએ પત્નીના ચારિત્ર્ય બાબતે આક્ષેપ કરીને 20 હજાર કેનેડિયન ડોલરની માંગ કરી છે અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી છે. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વિદેશની ધરતી પર સ્થાયી થવાના સપનામાં રાચતી યુવતીઓ માટે ચેતવણીરૂપ ઘટના છે. પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ બારડોલીમાં પોતાના બે સંતાનો સાતે રહેતી આ શિક્ષિકાને શાદી ડોટ કોમના માધ્યમથી કેનેડા બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના સરે ટાઉનમાં રહેતા પ્રનીલ ભીંડી નામના ડિવોર્સી યુવક સાથે સંપર્ક થયો હતો. પરિચય વધતા તેમણે નવસારીના જુના થાણાના શિવ મંદિરમાં લગ્ન કર્યાં હતા. 17 જાન્યુઆરી, 2024ના રોજ રજીસ્ટર મેરેજ નોંધાવી 22 જાન્યુઆરીએ પતિ કેનેડા પરત ફર્યો હતો. ભારતમાં વસવાટ દરમિયાન પ્રનીલે મોબાઇલમાં પત્નીના ફોટા અને વીડિયો ઉતાર્યાં હતા. કેનેડા જતી વખતે પત્નીનો મોબાઇલ પણ સાથે લઇ ગયો હતો. તેણે કેનેડાથી ફોન કરી બારડોલીમાં રહેતી પત્નીના ચારિત્ર્ય પર આક્ષેપો કરીને 20 હજાર ડોલર માંગ્યા હતા. જો આમ નહીં કરે તો તેના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી પત્નીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch