Sat,27 April 2024,1:29 am
Print
header

કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે શરૂ કરેલી બાળ સેવા યોજના રાજ્ય સરકારે કરી બંધ

ગાંધીનગરઃ કોરોનામાં માતા કે પિતા ગુમાવનાર બાળકો માટેની બાળ સેવા યોજના રાજ્ય સરકારે બંધ કરી દીધી છે. 30 જૂન સુધી આવેલી અરજીઓના લાભાર્થીઓને જ તેનો લાભ મળશે.મળતી જાણકારી અનુસાર કોરોના મહામારીમાં સરકારે અનાથ અને નિરાધાર બનેલા બાળકો માટે બાળ સેવા યોજનાની શરૂઆત કરી હતી, જેમાં કોરોનાને કારણે માતા પિતા ગુમાવનાર બાળકો હોય તેમના ભરણપોષણથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી. આ યોજના કોરોનાના સમયગાળામાં માતા કે પિતા ગુમાવનાર બાળકો માટે હતી જેને રાજ્ય સરકારે બંધ કરી છે. કોરોનાના સમયગાળા દરમિયાન પાલકના મૃત્યું બાદ બાળક 21 વર્ષનો થાય ત્યાં સુધી રૂપિયા 4 હજારના પેન્શનની યોજના હતી. રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા હવે આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી બાળ સહાય યોજનાને લઈ સરકારે સ્પષ્ટતા કરી હતી કે યોજનામાં મંજૂર થયેલી અરજીઓનો લાભ ચાલુ રહેશે.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજકોટમાં કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી બાળકોના ખાતામાં DBT દ્વારા રકમ જમા કરાવશે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં કટ ઓફ ડેટ 30 જૂન રખાઈ હતી. 31 ઓગસ્ટ સુધી અરજી કરવા માટેની અંતિમ તારીખ હતી. જો કે અંતિમ તારીખ પૂર્ણ થતા નવી અરજીઓને મંજૂરી મળશે નહી. યોજના માટેની નવી અરજીઓ સ્વીકારવાની બંધ કરવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ જણાવ્યું કે કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે. વડાપ્રધાનના જન્મદિવસે વધુ 8 હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે. માતા-પિતા બન્ને ગુમાવેલા 1 હજાર બાળકોને માસિક રૂ. 4000ની સહાયનો લાભ અપાયો છે. માતા કે પિતા બંન્નેમાંથી કોઇ પણ એકનું મૃત્યુ થયેલું હોય તેવા 4000 જેટલા બાળકોને માસિક રૂ. 2000ની સહાયનો લાભ રાજ્ય સરકારે આપ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar