Sat,27 April 2024,2:10 pm
Print
header

પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પર હુમલાનો સિલસિલો અટકી રહ્યો નથી, હાલમાં જ બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો થયો હતો અને હવે બલૂચિસ્તાનમાં સ્થિત પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો બલૂચિસ્તાનના તુર્બત સ્થિત PNS સિદ્દીકી નેવલ એર સ્ટેશન પર થયો હતો. સશસ્ત્ર આતંકવાદીઓએ નેવલ સ્ટેશન પર હુમલો કર્યો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA)ના મજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી લીધી છે. તેમને કહ્યું છે કે તેમના લડવૈયાઓ એર સ્ટેશનમાં ઘૂસી રહ્યાં છે અને અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યાં છે. મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે અને ચીન અને પાકિસ્તાન પર આ ક્ષેત્રના સંસાધનોનું શોષણ કરવાનો આરોપ લગાવે છે.

ડૉક્ટરોને આ સૂચનાઓ મળી છે

આ અચાનક હુમલા બાદ તુર્બતના જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં ઈમરજન્સી લગાવી દીધી છે. તમામ તબીબોને તાત્કાલિક ફરજ પર રીપોર્ટ કરવા જણાવાયું છે. તુર્બતમાં થયેલો આ હુમલો આ અઠવાડિયે બીજો અને BLA મજીદ બ્રિગેડ દ્વારા આ વર્ષે ત્રીજો હુમલો છે.

ત્યારે 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા

હાલમાં જ 29 જાન્યુઆરીએ ગ્વાદરમાં મિલિટરી ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને લડવૈયાઓએ નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. આ પછી  20 માર્ચે બલૂચના આતંકવાદીઓએ ફરી એકવાર હુમલો કર્યો હતો. ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં વિસ્ફોટકો અને ગોળીબારથી શરૂ થયેલી લડાઈમાં આઠ આતંકવાદીઓ માર્યાં ગયા હતા. જ્યારે આ હુમલામાં પાકિસ્તાની સેનાના બે જવાનોના પણ મોત થયા હતા. BLAએ પણ આની જવાબદારી લીધી હતી.

ગ્વાદર પોર્ટ ચીન અને પાકિસ્તાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ CPEC (ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર)નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ બલૂચિસ્તાનના લોકો તેને તેમના સંસાધનોના વ્યવસાય તરીકે જુએ છે. આ જ કારણ છે કે લાંબા સમયથી આ વિસ્તારમાં ભય અને આતંકનો માહોલ છવાયો છે.

બલોચનો આરોપ છે કે ગ્વાદરમાં ચાલી રહેલા સીપીઈસી અને અન્ય પ્રોજેક્ટનો હેતુ ચીનના હિતોની સેવા કરવાનો છે.જેમાં સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી રહી છે. ચીન દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામના કામથી માત્ર સ્થાનિક લોકોના જીવનમાં કોઈ સુધારો નથી આવ્યો પરંતુ ઘણા લોકોની આજીવિકા પણ બરબાદ થઈ ગઈ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch