Sat,27 April 2024,4:06 am
Print
header

કાળા વાવટા ફરકાવીને ટિકૈતનો વિરોધ કરવા આવેલા ભાજપ કાર્યકર્તાને પડ્યો માર

પાલનપુરઃ ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકૈતના ખેડૂત આંદોલનની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી થઇ છે. ખેડૂત આંદોલનના પગલે ગુજરાતમાં ખેડૂતોની હાલત જાણવા અને તેમને ન્યાય અપાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે મળીને રાકેશ ટિકૈતે અંબાજીથી પોતાની ખેડૂત સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો છે આજે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા જ્યા રાષ્ટ્રીય કિસાન મોરચાના આગેવાનો તેમજ સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું

બપોરના સમયે તેઓ પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરમાં પ્રવેશ સમયે જ રાકેશ ટિકૈત સામે ભાજપના એક કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતા રેલીમાં સામેલ લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના કાર્યકર્તા પાસેથી કાળા વાવટા ઝૂંટવી લઈ રેલીમાં સામેલ લોકો તેના પર તૂટી પડ્યા હતા. પાલનપુરમાં ટિકૈતના આગમન સમયે જ ઝપાઝપી થતા મામલો ઉગ્ર બન્યો હતો. જે દરમિયાન એક મહિલાએ ભાજપના કાર્યકરને ફડાકા ઝીંકી દીધા હતા.

પાલનપુર પહોંચતા જ ભાજપના એક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેની પોલીસે અટકાયત કરી હતી. જે અંગે રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, 'બીજેપી માટે શનિદેવ છું હું, કાળુ કપડું આપ્યુ હોત તો માસ્ક માટે કામ આવત'. રાકેશ ટિકૈત પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન આજે ગુજરાત આવી પહોંચ્યા છે. સોમવારે સવારે 7 વાગ્યે ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ત્યાર બાદ 10 વાગ્યે કરમસદમાં સરદાર પટેલના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar