Sat,20 April 2024,10:54 pm
Print
header

ત્રિપુરામાં માણિક સાહા નહીં પરંતુ પ્રતિમા ભૌમિક બની શકે છે CM, આ છે ભાજપની રણનીતિ- Gujarat Post

નવી દિલ્હીઃ ત્રિપુરામાં ભાજપે 32 બેઠકો સાથે પૂર્ણ બહુમત સાથે ચૂંટણી જીતી લીધી છે. જો કે સીએમ કોણ બનશે તે હજુ નક્કી નથી. આ વખતે રાજ્યમાં ભાજપ દ્વારા મહિલા મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી પહેલા પાર્ટીએ માણિક સાહાને સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા હતા, પરંતુ હવે પ્રતિમા ભૌમિકના નામને મંજૂરી મળી શકે છે.

પ્રતિમા ભૌમિક મોદી સરકારમાં કેન્દ્રીય સશક્તિકરણ અને સામાજિક ન્યાય રાજ્યમંત્રી છે. તેઓ ચૂંટણી જીતીને પાર્ટીની અપેક્ષા પર ખરા ઉતર્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેમના નામ પર પાર્ટી મ્હોર લગાવી શકે છે. પ્રતિમા ત્રિપુરાના ધાનપુર ગામના વતની છે, જે ભારત-બાંગ્લાદેશ સરહદની નજીક સ્થિત છે. તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે.

ભાજપ આ વખતે પૂર્વોત્તરમાં નવી રણનીતિ અપનાવવા માંગે છે. પાર્ટીનું માનવું છે કે જો પ્રતિમા ભૌમિકને સીએમ બનાવવામાં આવશે તો આખા દેશમાં એક અલગ જ સંદેશ જશે, જેની અસર લોકસભા ચૂંટણી પર પણ પડી શકે છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પૂર્વોત્તરની તમામ બેઠકો પર નજર રાખી રહ્યું છે. ત્રિપુરામાં મહિલા સીએમ બનાવીને ભાજપ મહિલા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રતિમાએ સીએમ બનવાની અટકળોને ફગાવી દેતા કહ્યું, અમે પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છીએ અને પાર્ટી અમને જે કરવાનું કહેશે તેમ જ કરીશું, અત્યારે અનુમાન લગાવવું ખોટું હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch